હૈદરાબાદ એન્કાઉન્ટર મામલે સુપ્રિમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી
Live TV
-
હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે થયેલ ગેંગરેપ અને તેની હત્યાના આરોપીઓના એન્કાઉન્ટરમાં માર્યા ગયા મામલે સુપ્રિમ કોર્ટ આવતીકાલે સુનાવણી કરશે.
આ મામલે સુપ્રિમ કોર્ટના બે વકીલોએ કોર્ટમાં અરજી કરી છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, એન્કાઉન્ટર પર સુપ્રિમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવામાં આવ્યું નથી. સુનાવણી પહેલા આજે ચીફ જસ્ટિસે એક રિટાયર્ડ સુપ્રિમ કોર્ટના જજ નિયુક્ત કરવાનો સંકેત આપ્યો છે.
