Skip to main content
Settings Settings for Dark

કેબિનેટનો નિર્ણય-જમ્મુ-કાશ્મીરમાં આર્થિક રીતે પછાત લોકોને મળશે અનામત

Live TV

X
  • સુપ્રીમ કોર્ટમાં 30 જજ હોય છે તેની જગ્યાએ હવે 33 જજ હશે

    દિલ્હી ખાતે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જે અંગે સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, કેબિનેટમાં સાત મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં પ્રથમ નિર્ણય જમ્મુ-કાશ્મીરમાં આર્થિક રીતે પછાત લોકોને 10 ટકા અનામત આપવાનો છે. બીજો નિર્ણય ખેડૂતો માટેનો છે જેમાં ખેડૂતોનાં ફાયદા માટે ખાતર પર સબસીડીમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રીજો નિર્ણય ચીટફંડ મામલે છે જેમાં આ પ્રકારના બિઝનેસને રેગ્યુલેટ કરવાને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે. આ સિવાય સુપ્રીમ કોર્ટ સાથે જોડાયેલ નિર્ણય છે જેમાં ત્રણ વધારાના જજોની નિમણુંક કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં 30 જજ હોય છે તેની જગ્યાએ હવે 33 જજ હશે. અને ચીફ જસ્ટીસ સાથે મળીને કુલ 34 જજ હશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply