પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક મળી
Live TV
-
હાઉસિંગ ફોર ઓલ પ્રોજેક્ટ, આયુષ્યમાન ભારત અભિયાનની સમીક્ષા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળની પ્રથમ પ્રગતિ સમીક્ષા બેઠક મળી હતી. જેમા પીએમ મોદીએ વિવિધ વિભાગોમાં ચાલી રહેલા કામોની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં અનેક વિભાગોમાં વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા. હાઉસિંગ ફોર ઓલ પ્રોજેક્ટ અંતર્ગત 2022 સુધીમાં દરેકને ઘર આપવાનુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે સપનુ છે તેના પર પણ થઈ રહેલી કામગીરીની પીએમ મોદીએ સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રીએ આયુષ્યમાન ભારત, સુગમ્ય ભારત અભિયાનની પણ સમીક્ષા કરી. તો આ પ્રગતિ બેઠકમાં તેમણે રાજ્યોને જળસંરક્ષણની દિશામાં વધુ કામગીરી કરવા મુદ્દે ભાર મુક્યો હતો
