રાજ્યસભામાં મોટર વ્હીકલ સંશોધન બિલ-2019ને મંજૂરી
Live TV
-
રાજ્યસભામાં ચર્ચાના અંતે 13 વિરુદ્ધ 108 મતે બિલ પાસ થયું
દેશમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો થાય તે માટે રાજ્યસભાએ બુધવારે માર્ગ સુરક્ષાની કડક જોગવાઈઓ કરતું મોટર વ્હીકલ સંશોધન બિલ-2019ને મંજૂરી આપી હતી.રાજ્યસભામાં ચર્ચાના અંતે 13 વિરુદ્ધ 108 મતે બિલ પાસ થયું હતું.આ બિલમાં કિશોર કે સગીર દ્વારા વાહન ચલાવવું, લાઈસન્સ વીના ખતરનાક રીતે વાહન હંકારવું કે નિર્ધારીત ગતિ કરતા વધુ ગતિથી વાહન ચલાવવું જેવા નિયમોના ભંગ બદલ કડક દંડાત્મક કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવી છે. બિલમાં કેન્દ્ર સરકાર દ્વારા માર્ગ અકસ્માત કોષની પણ રચના કરવાની વાત કરવામાં આવી છે.આ કોષ ભારતમાં રસ્તાઓનો ઉપયોગ કરનારા લોકોને વીમા કવચ પુરુ પાડશે.
