Skip to main content
Settings Settings for Dark

કેરળમાં રાહત અભિયાન પુરજોશમાં, અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

Live TV

X
  • કેરળમાં રાહત એજન્સીઓ દ્વારા રાહત અભિયાન પુરજોશમાં ચલાવવામાં આવી રહ્યું છે.હજારો લોકોને સુરક્ષિત સ્થળે પહોચાડવામાં આવી રહ્યા છે.NDRF ની ટીમો પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં પહોંચીને પીડિતોની મદદ કરી રહી છે.

    કેરળમાં અત્યાર સુધી 38 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે પહોચાડવામાં આવ્યા છે.તો 23 હજારથી વધુ લોકોને મેડીકલ સેવા આપવામાં આવી છે.ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય દ્વારા 58 ટીમોને તૈનાત કરવામાં આવી છે.જેઓ દ્વારા પીડિતોને ફૂડ પેકેડ પહોંચાડવામાં આવી રહ્યા છે.૩ લાખથી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. કેરળના પલક્કડ વિસ્તારમાં રેપીડેક્શન ફોર્સ દ્વારા કાચો ડેમ બનાવવામાં આવ્યો છે. આ ડેમની મદદથી ખેતીવાળા ખેતરોમાં પાણીને જતું અટકાવાયું હતું.નોધનીય બાબત છે કે હવામાન વિભાગ દ્વારા થોડા રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી વરસાદ નહીં થવાનું અનુમાન રજૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે રવિવારે રેસ્ક્યૂ દરમિયાન વધુ 13 મૃતદેહો મળ્યા છે. આમ, 8 ઓગસ્ટથી અત્યાર સુધીમાં કુલ 120 લોકોના મોત થયા છે. આ ચોમાસા દરમિયાન વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે અંદાજે 400 લોકોના મોત થયા છે. બીજી બાજુ કોચ્ચિના આઈએનએસ ગરુડ નેવલ એર સ્ટેશન પર સોમવારે પેસેન્જર ફ્લાઈટ લેન્ડ કરવામાં આવી છે. કોચ્ચિ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરિસરમાં પૂરના પાણી ભરાયા હોવાના કારણે અહીં ઉડાન બંધ છે.જો કે સરકાર દ્વારા ખાસ રેલ સેવા દ્વારા પુર પીડિતો માટે ૧૪ લાખ લીટર પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.મહત્વપૂર્ણ બાબત છે કે રાષ્ટ્પતિ વૈંકૈયા નાયડુ એ કેરળમાં આવેલા પુરને લઈને નવી દિલ્હી ખાતે સમીક્ષા બેઠક યોજી હતી જેમાં ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply