કેરળમાં સતત ભારે વરસાદના પગલે કુલ 164 લોકોના મોત
Live TV
-
કેરળમાં સતત ભારે વરસાદના પગલે પુરના પગલે અત્યાર સુધી કુલ ૧૬૪ લોકોનાં મોત થયાની જાહેરાત મુખ્યમંત્રી પી.વિજયને કરી છે. તો આશરે ૨ લાખથી વધુ લોકો રીલીફ કેમ્પમાં આશરો લઈ રહ્યાં છે. કોઝીકોડ, પથનમથિટ્ટા, અને ઈડુક્કી જિલ્લા સહિત રાજ્યના ૧૪ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળ આમ ત્રણે પાંખો દ્વારા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જ્યારે કોચી એરપોર્ટ 18 ઓગસ્ટ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં ભારે વરસાદના પગલે પુરની પરિસ્થિતિ સર્જાતા રાજ્યની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પૂરની સ્થિતિનું નિરીક્ષણ કરવા કેરળ જશે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી પી. વિજયન સાથેના પૂરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ટ્વીટના માધ્યમથી જણાવ્યું હતું કે, આ વિકટ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની સાથે છે તેમજ તમામ પ્રકારની મદદ કરવા તૈયાર છે. તેમ જણાવ્યું છે.
