Skip to main content
Settings Settings for Dark

કેરળ માટે 100 કરોડ ની રાહત પેકેજની જાહેરાત કરી

Live TV

X
  • પૂરના કારણે જે પાસપોર્ટને નુકસાન થયું છે તેને મફત બદલાવી આપવામાં આવશે : વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ

    કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કેરળના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. પૂરને કારણે કેરળના અડધાથી વધુ બંધ, જળાશયો અને નદીઓ ભયજનક સપાટી એ છે. જેને કારણે અનેક જગ્યાએ રોડ અને રાજમાર્ગ ધોવાઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે હજારોની સંખ્યામાં લોકો બેઘર થયા છે. પૂર અને ભૂસ્ખલનને કારણે રાજ્યમાં અત્યાર સુધી 37 લોકોના મોત થયા છે. રાજ્યની એનડીઆરએફ ટીમ રાહત કામમાં જોડાઈ છે. જેમાં અત્યાર સુધીમાં 54000 લોકોને સુરક્ષિત રાહત શિબિરો સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે ઉત્તર અને મધ્ય કેરળ ક્ષેત્રો વધુ પ્રભાવિત થયા છે. રાજનાથસિંહે રાહત શિબિરોની મુલાકાત લીધી હતી અને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને દરેક સંભવ સહાય આપવાનું આશ્વાસન આપ્યું હતું.તેમણે કેરળ માટે 100 કરોડ ની રાહત પેકેજની જાહેરાત કરી છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 80.25 કરોડની વધુ સહાય જલ્દી જ આપવામાં આવશે.

    વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે જાહેરાત કરી હતી કે કેરલમાં પૂર દરમિયાન જે પાસપોર્ટને નુકસાન પહોંચ્યું છે તેને સરકાર મફત બદલી આપશે. વિદેશ મંત્રીએ ટ્વિટ કર્યું હતું કે અમે નિર્ણય કર્યો છે કે સ્થિતિ સામાન્ય થાય ત્યારે પૂરના કારણે જે પાસપોર્ટને નુકસાન થયું છે તેને મફત બદલાવી આપવામાં આવશે. કૃપા કરીને સંબંધિત પાસપોર્ટ કેન્દ્રોથી સંપર્ક કરજો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply