ભારતમાં કોઈપણ નાગરિકને દેશ છોડવો નહીં પડે: પ્રધાનમંત્રી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સમાચાર સંસ્થા ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં પ્રજાને વિશ્વાસ અપાવ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સમાચાર સંસ્થા ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં પ્રજાને વિશ્વાસ અપાવ્યો હતો કે, ભારતમાં કોઈપણ નાગરિકને દેશ છોડવો નહીં પડે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પ્રક્રિયા મુજબ તમામ લોકોને તક અપાશે. રોજગારી અંગે તેમણે કહ્યું હતું કે, ગયા વર્ષે અંદાજે એક કરોડ લોકોને નોકરીઓ અપાઈ છે, એટલે દેશમાં રોજગારી છે જ નહીં, એવી પ્રચાર ઝુંબેશ ચલાવવાનું બંધ થવું જોઈએ. તેમણે વિપક્ષના મહાગઠબંધનને એક અસફળ વિચાર ગણાવી કહ્યું હતું કે, 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 2014 કરતા પણ મોટી સફળતા મળશે. અનામત યથાવત્ રહેશે અને આ મુદ્દે શંકા કરવાની જરૂર ન હોવાની ખાતરી પણ પ્રધાનમંત્રીએ દેશવાસીઓને આપી હતી. પાકિસ્તાનમાં ઈમરાન ખાનના વડપણ હેઠળ નવી સરકાર તેમના દેશને આતંકવાદ અને હિંસામુક્ત બનાવવાની દિશામાં કામ કરશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.
