કેરળ સહીત અન્ય રાજ્યોમાં પણ વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર ચરમસીમાએ
Live TV
-
2 રાજ્યોમાં શરુ થઇ ગયેલ અને અન્ય રાજ્યોમાં આગામી ચૂંટણી માટે પ્રચાર ચાલી રહ્યો છે પૂરજોશમાં
પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ અને પુડુંચેરીમાં વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. પશ્ચિમ બંગાળ અને આસામમાં પ્રથમ તબક્કાનું મતદાન તાજેતરમાં થયું હતું અને ત્યારબાદ બીજા તબક્કાનું મતદાન આગામી પહેલી એપ્રિલે મતદાન થવાનું છે. જયારે તમિલનાડુ, કેરળ તથા પુડુંચેરીમાં છઠ્ઠી એપ્રિલના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાશે.
કેરળના મુખ્યમંત્રી પિનારાઇ વિજયન દસ જિલ્લાઓમાં વામપંથી લોકતાંત્રિક મોરચાની તરફેણમાં પ્રચારો શરુ કર્યા છે ત્યારે સંયુક્ત લોકતાંત્રિક મોરચા માટે પણ અનેક નેતાઓ પ્રચાર અભિયાનમાં જોડાયા છે. એક બાજુ ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ બે વાર પ્રચાર અર્થે રાજ્યની મુલાકાત લઇ ચુક્યા છે. આગામી સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ત્યાં કાર્યક્રમ કરી શકે તેવી શક્યતાઓ છે. કેરળમાં જરૂરી સેવાઓમાં કામ કરનારા મતદાતાઓ માટે ગઈકાલથી ટપાલ દ્વારા મતદાન શરૂ થઈ ગયું છે.
તમિલનાડુમાં ઓલ ઇન્ડિયા અન્ના ડી.એમ.કે પાર્ટીના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી પલાનીસામીએ એક જાહેરસભામાં કહ્યું હતું કે, ડી.એમ.કે પાર્ટી પરિવારવાદના સિધ્ધાંત પર ચાલે છે, તેથી જનતાએ તેને નકારી દેવી જોઇએ. તો બીજી બાજુ ડી.એમ.કે પાર્ટીના વરિષ્ઠ એમ.કે.સ્ટાલીને કહ્યું કે, IADMKની મદદથી ભાજપ રાજ્યમાં પોતાનો એજન્ડા લાગુ કરવા માંગે છે.
