દેશમાં કોરોના સામેની જંગ યથાવત; છેલ્લાં 24 કલાકમાં નોંધાયા 68 હજારથી વધુ કેસ
Live TV
-
દેશમાં સતત વધી રહ્યુ છે કોરોના સંક્રમણ. રવિવારે દેશમાં કોરોનાના નવા 68 હજારથી વધુ કેસ નોંધાયા. મહારાષ્ટ્રમાં રવિવારે સૌથી વધુ 40 હજાર 414 કેસ નોંધાયા
દેશમાં કોરોના સામે ચાલી રહેલી જંગમાં એક નવી ઉપલબ્ધી મેળવવામાં સફળતા મળી છે. દેશભરમાં ચાલી રહેલા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનમાં અત્યાર સુધીમાં આશરે 6 કરોડ 5 લાખ 30 હજારથી વધુ લોકોને રસી આપી દેવામાં આવી છે. કોરોના રસીકરણ અભિયાનનાં 71 દિવસોની અંદર આ સફળતા મળી છે. ત્યારે બીજી બાજુ દેશમાં ફરી એક વાર કોરોનાનું સંક્રમણ વધતું જઈ રહ્યું છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 68 હજારથી વધારે નવા કોરોના કેસ નોંધાયા છે. જયારે દેશમાં અત્યાર સુધીમાં આશરે 1 કરોડ 20 લાખ 39 હજાર કરતા પણ વધારે કોરોના કેસ નોંધાયા છે, જેમાંથી 1 કરોડ 13 લાખ 55 હજારથી વધારે લોકો કોરોનાને મ્હાત આપી ઘરે પાછા ફર્યા છે.
ત્યાંજ બીજી બાજુ ગત 24 કલાકમાં 7 રાજ્યો મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, પંજાબ, ગુજરાત, મધ્યપ્રદેશ અને તમીલનાડુમાં કોરોનાના નવા કેસો સૌથી વધુ જોવા મળ્યા છે. જેમાં માત્ર મહારાષ્ટ્રમાં જ 40 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.
