Skip to main content
Settings Settings for Dark

ગુજરાતે 'નલ સે જલ યોજના' અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરતા દેશનાં ટોપ સાત રાજ્યોમાં સ્થાન મેળવ્યું

Live TV

X
  • ગુજરાતે 'નલ સે જલ યોજના' અંતર્ગત, દરેક ઘરમાં પાણી પહોંચાડવામાં ટોપ સાતમાં સ્થાન મેળવી વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. નવી દિલ્હીમાં કેન્દ્રિય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે 'નલ સે જલ યોજના' અંતર્ગત, શ્રેષ્ઠ કામગીરી કરતા રાજ્યોનાં નામોની આ જાહેરાત કરી હતી. કેન્દ્રિય જળશક્તિ મંત્રાલયે 7 રાજ્યોને 'જલ જીવન મિશન'માં ઉત્કૃષ્ટ કામગીરી બદલ 465 કરોડ રૂપિયાનું વિેશેષ પ્રોત્સાહક ગ્રાન્ટ પણ ફાળવી છે. આમાંથી 100 કરોડ રૂપિયા માત્ર ગુજરાત રાજ્યને મળી છે. નળથી જળ પહોંચાડવામાં ટોપ 7 રાજ્યોમાં અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, સિક્કિમ, અને હિમાચલ પ્રદેશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે, કોરોના મહામારી વચ્ચે પણ આ વર્ષે અત્યાર સુધીમાં 11.15 લાખ ઘરોને નળ જોડાણ આપવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં 'નલ સે જલ યોજના' અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 92.92 લાખ ગ્રામીણ ઘરોમાંથી 77.10 લાખ ઘરોને નળ જોડાણ અપાયા છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2019ના રોજ 'જલ જીવન મિશન'ની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આ લક્ષ્ય વર્ષ 2022માં જ પૂરું કરવાની પ્રતિબધ્ધતા દર્શાવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply