સુપ્રસિધ્ધ અમરનાથ યાત્રા માટેનું રજિસ્ટ્રેશન આગામી પહેલી એપ્રિલથી થશે શરૂ
Live TV
-
સુપ્રસિધ્ધ અમરનાથ યાત્રા માટેનું રજિસ્ટ્રેશન આગામી પહેલી એપ્રિલથી શરૂ થશે. દક્ષિણ કાશ્મિરનાં હિમાલયમાં 3880 મીટરની ઉંચાઇ પર આવેલી પવિત્ર ગુફામાં બરફનાં પ્રાકૃતિક શિવલિંગનાં દર્શન માટેની 56 દિવસની યાત્રા બે રૂટથી યોજાય છે.
પહેલગામ અને બાલતાલથી આ યાત્રા 28 જૂને શરૂ થશે અને 22 ઓગષ્ટે પૂર્ણ થશે. શ્રીઅમરનાથજી શ્રાઇન બોર્ડના CEO નિતિશ્વર કુમારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે યાત્રાળુ રજીસ્ટ્રેશન પંજાબ નેશનલ બેંક, જમ્મુ-કાશ્મીર બેંક અને યસ બેંકની નિર્ધારિત 446 શાખાઓ દ્વારા કરવામાં આવશે. તેમણે કહ્યું કે યાત્રા માટે 15 માર્ચ પછી અપાયેલા આરોગ્ય પ્રમાણપણો જ માન્ય રહેશે.
