દેશભરમાં રંગોત્સવની થઇ રહી છે ઉજવણી; પ્રધાનમંત્રીએ પાઠવી શુભેચ્છાઓ
Live TV
-
દેશભરમાં અત્યારે હોળી-ધૂળેટીના તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે. ગઈકાલે રાજ્યભરમાં ઠેર ઠેર હોલીકા દહન કરીને હોળી માનવામાં આવી હતી. સરકાર દ્વારા કોરોનાને ધ્યાને લઇ સામાજિક અને સામુહિક ઉજવણી પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. ત્યારે આજે કોરોના મહામારી વચ્ચે પણ લોકોમાં રંગોના તહેવાર ધૂળેટીને લઇ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે કોરોના સંક્રમણને જોતા જાહેરમાં ધૂળેટીના તહેવારની ઉજવણી પર પ્રતિબંધ લગાવવામા આવતા ધુળેટી પ્રસંગે કોઈ સામુહિક ઉજવણીઓ યોજાઈ નથી. દેશમાં ખાસ કરીને મથુરા, વૃદાવન, ગોવર્ધન અને બરસાનાંની લઠ્ઠમાર અને ફૂલોની હોળી વિશ્વની પ્રખ્યાત હોળીઓ છે. કોરોના મહામારી વચ્ચે પણ દેશનાં અનેક ભાગોમાં હોળીની રંગત જોવા મળી રહી છે.
આ પ્રસંગે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ દેશવાસીઓને હોળીની શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે જ દેશના રાષ્ટ્રપતિ સહીત અનેક લોકોએ હોળીની શુભેચ્છાઓ પાઠવી હતી.દેશ સાથે ગુજરાતમાં પણ રવિવારે સામાજીક અંતર અને કોરોનાની ગાઈડલાઈન સાથે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન મુજબ ધૂળેટીનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. માત્ર પરિવારના સભ્યો સાથે ધૂળેટી રમી શકાશે. આ ઉપરાંત પોલીસ તંત્રને સતત પેટ્રોલિંગ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે અને ધૂળેટીના તહેવાર દરમિયાન બહાર પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની ભીડ ન વધે તેમજ સામાજીક અંતર જળવાઈ રહે તેની પણ ખાસ તકેદારી રાખવા રાજ્ય સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે.
