પશ્ચિમ બંગાળના નરેન્દ્રપુરમાં સર્ચ ઓપરેશન દરમિયાન મળ્યા 56 બોમ્બ
Live TV
-
પશ્ચિમ બંગાળમાં બોમ્બ સ્ક્વૉડની ટીમે 56 બોમ્બ નિષ્ક્રિય કર્યા. ચૂંટણી પંચે જાણકારી આપી કે, બે દિવસ પહેલા કોલકાતાથી પણ મળ્યા હતા 26 બોમ્બ
તાજેતરમાં જ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું ત્યારે હમણાં જ પશ્ચિમ બંગાળનાં દક્ષિણ 24 પરગના જિલ્લામાં પોલીસ દ્વારા મોટી સંખ્યામાં બોંબ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી પ્રાથમિક માહિતી અનુસાર, જપ્ત કરાયેલા તમામ 56 બોમ્બને નિષ્ક્રીય કરી દેવામાં આવ્યા છે અને આ સમગ્ર બાબતે આગળ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બૉમ્બ મામલે તરૂણ નામના એક વ્યક્તિ સહિત બીજા અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ખાનગી માહિતીના આધારે પોલીસ કર્મીઓએ રવિવારે નરેન્દ્રપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કાઠીપોઠા ગામમાં એક તળાવની પાસેથી બૉમ્બ મળી આવ્યા હતા. ચૂંટણી પંચે જાણકારી આપી હતી કે, બે દિવસ પહેલા કોલકાતાથી પણ 26 બોમ્બ મળી આવ્યા હતા.
