Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસના વંશવાદથી સૌથી મોટું નુકશાન અનેક સંસ્થાઓનેઃ PM 

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વંશવાદના રાજકારણ મુદ્દે કોંગ્રેસ સામે આકરા પ્રહાર કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્લોગ પોસ્ટ કરીને કહ્યું કે, દેશમાં જ્યારે જ્યારે વંશવાદનું રાજકારણ હાવી થયું છે ત્યારે ત્યારે પ્રેસથી લઈને બંધારણ પર અસર થઈ છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, 2014માં વંશવાદ વગરની પાર્ટીને બહુમતી મળી હતી. દેશના ઈતિહાસમાં પહેલીવાર આવું થયું છે.

    આ ઉપરાંત પ્રધાનમંત્રીએ બ્લોગ માં જણાવ્યું કે, 2014માં દેશની જનતાએ વંશવાદની જગ્યાએ ઈમાનદારીને પસંદ કરી છે તેમજ બરબાદીની જગ્યાએ વિકાસને મત આપ્યો છે. લોકોએ રુઢીવાદની જગ્યાએ સુરક્ષા, અડચણની જગ્યાએ અવસર અને વોટબેન્કના રાજકારણની જગ્યાએ વિકાસને મતદાન કર્યું છે. 

    આ ઉપરાંત પ્રધાનમંત્રીએ લખ્યું છે કે, એનડીએના 5 વર્ષમાં દેશના ઘણાં વિસ્તારોમાં મહત્વની સફળતા મળી છે. તેમાં સ્વચ્છતા , બેન્કિંગ, અર્થતંત્ર , ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વાસ્થ્ય અને શિક્ષણ મહત્વના છે. સાથે જ તેમણે કહ્યું કે, તેમની સરકારે સંસ્થાઓને હંમેશા ઉપર રાખી છે. આ સિવાય પ્રધાનમંત્રીએ આગામી લોકસભાની ચૂંટણીમાં પણ સમજી વિચારીને મતદાન કરવાની અપીલ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply