હિમાચલ પ્રદેશમાં વાતાવરણ પલટો, કિન્નૌર-શિમલા-રોહતાંગમાં બરફવર્ષા
Live TV
-
હિમાચલ પ્રદેશમાં ફરીથી વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજધાની શિમલામાં બરફવર્ષા થઈ છે. ઉંચી પહાડી પરના સ્થળોએ બરફવર્ષા જોવા મળી હતી.
ચંબા જિલ્લાના હોલી અને ભરમૌર વિસ્તારમાં હિમવર્ષા થઈ હતી. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. કિન્નૌર, રોહતાંગ, રામપુર અને સિરાજની ઘાટીમાં મોડીરાત્રે બરફવર્ષા થઈ હતી. હવામાન વિભાગે 25માર્ચ પછી હવામાન સાફ રહેશે તેવી આગાહી કરી છે.
