Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસનું સત્તામાં આવવાનું સ્વપ્ન ચકનાચૂર થશે- PM

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનમાં અનેક ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ જૂઠાણાંની યુનિવર્સિટી છે. પ્રધાનમંત્રી મોદીએ રાજસ્થાનના જોધપુર ખાતે, ચૂંટણીસભાને સંબોધી હતી અને જણાવ્યું હતું કે અહીં ભૈરવસિંહ શેખાવતે, સતત બે વાર સરકાર બનાવી છે અને હવે રાજસ્થાનમાં કોંગ્રેસનું સત્તામાં આવવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ જશે. તો ભાજપા અધ્યક્ષ અમિત શાહે ચિતૌડગઢમાં જનસભાને સંબોધતા કહ્યું હતું કે , કોંગ્રેસને, તેના સેનાપતિ કોણ છે તેની માહિતી જ નથી. પ્રધાનમંત્રીએ રાજસ્થાન ઉપરાંત તેલંગાણાંનાં હૈદ્રાબાદમાં પણ ચૂંટણી સભા ગજવી હતી. આવતીકાલે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ હોવાથી પ્રધાનમંત્રી રાજસ્થાન તથા તેલંગણામાં અનેક સભાઓને સંબોધન કરી રહ્યા છે. રાજસ્થાનમાં 200 બેઠકો માટે તેમજ તેલંગાણામાં 119 બેઠકો માટે, સાત ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply