રાજસ્થાન, તેલંગણામાં ચૂંટણી પ્રચાર તેજ
Live TV
-
તેલંગણા તથા રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પોતપોતાની રીતે જનતાને સંબોધિત કરી રહ્યા છે. સાતમી ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીને અનુલક્ષીને ,કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ,રાજસ્થાન તથા તેલંગણામાં ,અનેક ચૂંટણી સભાઓને ,સંબોધન કર્યું હતું. આજે રાહુલ ગાંધી રાજસ્થાનમાં ,ચૂંટણી રેલીને સંબોધન કરશે.
