કોંગ્રેસે લોકસભાની 38 ઉમેદવારોની યાદી જાહેર કરી
Live TV
-
કોંગ્રેસે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરાખંડ તથા મણિપુરમાં લોકસભાની 38 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ સાથે કોંગ્રેસ દ્વારા 218 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે. પાર્ટી મહાસચિવ મુકુલ વાસનીક દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ પાર્ટીએ વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહને મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના ઉમેદવાર બનાવ્યા છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્વાણ નાંદેડથી ચૂંટણી લડશે. ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતને રાજ્યની નૈનિતાલ ઉધમસિંહ નગરથી ટીકીટ આપી છે. પૂર્વ કેન્દ્રિય મંત્રી વિરપ્પા કર્ણાટકના ચિકબલ્લાપુર લોકસભા બેઠક પરથી ઉમેદવાર તરીકે ઊભા રખાયા છે. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેને રાજ્યની ગુલબર્ગ બેઠક પરથી ફરીથી એકવાર ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. મીનાક્ષી નટરાજનને મધ્યપ્રદેશની મનસૌર બેઠક પરથી ઉમેદ વાર બનાવાયા છે. જ્યારે રતલામ સંસદીય બેઠક પરથી કાંતિલાલ ગુહ્યા કોંગ્રેસના ઉમેદવાર રહેશે. કોંગ્રેસે પોતાની આઠમી યાદી જાહેર કરી છે.
