સામ પિત્રોડાના નિવેદન મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર
Live TV
-
અમિત શાહે પ્રહાર કરતા કહ્યું કે સેમ પિત્રોડાના આ પ્રકારના નિવેદનથી દેશના સૈનિકો અને હુમલામાં શહિદ થયેલા જવાનોનું અપમાન થયું છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષઅમિત શાહે દિલ્લી ખાતે એક પત્રકાર પરિષદમાં સેમ પિત્રોડાના નિવેદનની નીંદા કરતા જણાવ્યું હતુ કે કોંગ્રેસ અધ્યક્ષ જવાબ આપે કે પુલવામાં હુમલાને કોંગ્રેસ શું સામાન્ય ઘટના ગણે છે ? તેમણે વધુમાં જણાવ્યું હતુ કે સેમ પિત્રોડાના આ પ્રકારના નિવેદનથી દેશના સૈનિકો અને હુમલામાં શહિદ થયેલા જવાનોનું અપમાન થયું છે.
