ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીની છઠ્ઠી યાદી જાહેર
Live TV
-
17મી લોકસભાની ચૂંટણીની છઠ્ઠી યાદી ભાજપાએ જાહેર કરી છે. આ યાદીમાં કુલ 48 ઉમેદવારોના નામ સામેલ કરાયા છે. અત્યાર સુધીમાં 286 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. છઠ્ઠી યાદીમાં મધ્યપ્રદેશ, ઝારખંડ, હિમાચલપ્રદેશના ઉમેદવારોના નામો સામેલ કરાયા છે. નરેન્દ્રસિંહ તોમર, મધ્યપ્રદેશના મુરૈનાથી ચૂંટણી લડશે. દામોદ્રથી પ્રહલાદ પટેલ, મંડલાથી ફગ્ગનસિંહ ફુલસ્તે ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. ઝારખંડના ખૂંટીથી અર્જુન મુંડા, હજારીબાગથી જયંતસિંહા, અમદાવાદ પશ્ચિમથી કીરીટભાઈ, હમીરપુરથી અનુરાગ ઠાકુર, ચૂંટણી લડશે. ગોવામાં પ્રવર્તમાન સાંસદ શ્રીપદ નાયક તથા નરેન્દ્ર સવાઇકરને રીપીટ કરાયા છે. કર્ણાટકથી માંડીયા બેઠક પર ભાજપા નિર્દલીય ઉમેદવારને સમર્થન આપશે
