કોંગ્રેસ ખેડૂતોને ભટકાવી રહી છે: કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર
Live TV
-
કૃષિ બિલને લઇને કોંગ્રેસે કરેલા આક્ષેપો પર કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી. તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવતા જણાવ્યું કે કોંગ્રેસ ખેડૂતોને ભટકાવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે 20 જાન્યુઆરીએ ખેડૂતો સાથે સરકારની દસમાં તબક્કાની બેઠક છે. પરંતુ કોંગ્રેસ નથી ઇચ્છતી કે સરકાર અને ખેડૂતોની વાતચીત સફળ થાય. રાહુલ ગાંધી સવાલોથી ભાગી રહ્યા હોવાનુ પણ જણાવ્યુ. સાથે રાહુલ ગાંધીને સવાલ કર્યો કે દેશના ખેડૂતો કોની નીતિને કારણે ગરીબ છે. કોંગ્રેસે સ્વામીનાથન આયોગની સિફારિશ સ્વીકારી નહોતી. એપીએમસી એક્ટમાં સંશોધનની વાત કોંગ્રેસના ઘોષણા પત્રમાં હતી . કોંગ્રેસના શાસનમાં માત્ર 11 રાજ્યોમાં ખાદ્ય સુરક્ષા કાયદો હતો.
