કોંગ્રેસ નેતા સજ્જન કુમારને સુપ્રિમ કોર્ટે ન આપી રાહત, રહેવું પડશે જેલમાં
Live TV
-
1984ના શીખ રમખાણોમાં કોંગ્રેસ નેતા સજ્જન કુમારને સુપ્રિમ કોર્ટમાંથી રાહત મળી નથી.
એમ્સના નિર્દેશકને 4 અઠવાડિયાની અંદર સજ્જન કુમારની રિપોર્ટ દાખલ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
1984 શીખ વિરોધી રમખાણ મામલે કોંગ્રેસી નેતાને કોર્ટમાંથી રાહત નહીં મળતા હવે તેમને જેલમાં જ રહેવું પડશે. જેલમાં બંધ સજ્જન કુમારની મેડિકલ તપાસ માટે સુપ્રિમ કોર્ટે એમ્સના નિર્દેશકને ડોક્ટરોનું મેડિકલ બોર્ડ બનાવવાનું કહેવામાં આવ્યું છે અને સાથે રિપોર્ટને 4 અઠવાડિયાની અંદર દાખલ કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે.
