ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા શરૂ
Live TV
-
ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે આજથી નામાંકન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
30 નવેમ્બરે પ્રથમ તબક્કાની 13 વિધાનસભા સીટો માટે મતદાન થશે. ઝારખંડ વિધાનસભાના બ્યૂગલ વાગી ગયા છે. ઝારખંડના પ્રથમ તબક્કાનું મતદાન નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં થશે. પ્રથમ તબક્કાના મતદાનમાં 13 વિધાનસભા સીટો માટે નામાંકન પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે, જે 13 નવેમ્બર સુધી ચાલશે.
આ નામાંકન પત્રોની તપાસ 14 નવેમ્બર સુધી થશે અને 16 નવેમ્બર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાય છે. ચૂંટણીના પરિણામો 23 ડિસેમ્બરે આવશે.
