મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનની સરકાર રચવા મામલે સસ્પેન્સ યથાવત
Live TV
-
મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનની સરકાર રચનાના મુદ્દે હજી સસ્પેન્સ યથાવત છે.
વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 8 નવેમ્બરે સમાપ્ત થાય છે. જેને જોતા આગામી બે દિવસ ગહન રાજકીય વિચાર વિમર્શ થાય તેવી શક્યા છે.
આ ગતિરોધ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સર સંઘચાલક મોહન ભાગવત સાથે ગઇકાલે નાગપુરમાં મુલાકાત કરી હતી.
આજે એકવાર ફરી એનસીપી એ સ્પષ્ટ કરી દીધુ છે કે તે સરકાર બનાવશે નહિં. જનાદેશ બીજેપી અને શીવસેનાને મળ્યો છે. શરદ પવારે આ નિવેદન શિવસેના નેતા સંજય રાઉત સાથેની તેમની મુલાકાત બાદ આપ્યુ હતુ.
