મહારાષ્ટ્રમાં સરકાર રચવાના પ્રયાસો તેજ
Live TV
-
રાજ્યપાલને મળશે ભાજપના નેતાઓ
મહારાષ્ટ્ર રાજ્યમાં સરકાર રચવાના પ્રયાસ તેજ થયા છે. મુંબઈમાં ગઇકાલે ભાજપ કોર કમિટી ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત સુધીર મુનટીંગપાર અને ચંદ્રકાન્ત પાટીલ સહિત ભાજપના મોટા નેતા સામેલ થયા હતા. આ બેઠકમાં શિવસેનાના નેતા પણ પહોંચ્યા હતા. જોકે, બેઠક બાદ શિવસેનાએ કહ્યું કે, તેમાં ખેડૂતોના મુદ્દે ચર્ચા થઈ હતી અને સરકારની રચનાને લઈને શિવસેના પ્રમુખ, ઉદ્ધવ ઠાકરેએ ચર્ચા કરી હતી. જ્યારે ભાજપ સરકારની રચનાને લઈને અસ્વસ્થ્ય છે. પક્ષના નેતા સુધીર મુનટીંગપાર અને ચંદ્રકાન્ત પાટીલ રાજ્યપાલ સાથે મુલાકાત કરશે.. ભાજપના નેતાઓએ ભરોસો વ્યક્ત કર્યો છે કે, ઝડપથી રાજ્યમાં ભાજપ - શિવસેનાની સરકાર બનશે. દરમિયાન એનસીપીએ કહ્યું કે, ભાજપ અને શિવસેના મહારાષ્ટ્ર રાજ્યમાં વહેલાસર સરકારની રચના કરે. એનસીપી અધ્યક્ષે કહ્યું કે, તેમનો પક્ષ એક જવાબદાર વિપક્ષ તરીકે કામ કરશે..
