"પરાલીના નિકાલના સાધનોના વિતરણને પ્રાથમિકતા આપો"
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ મંત્રાલયને નિર્દેશ આપ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ મંત્રાલયને નિર્દેશ આપ્યો છે કે, તેઓ ખેડૂતોને પરાલી સળગાવતા અટકાવવા ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણાના ખેડૂતોન પરાલીના નિકાલના સાધનોના વિતરણને પ્રાથમિકતા આપે.. પ્રધાનમંત્રીએ પ્રગતિમંચના માધ્યમથી 31માં સંવાદસત્રની અધ્યક્ષતા કરી હતી. તેમણે 16 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરની 61 હજાર કરોડ રૂપિયાની નવ યોજનાની સમીક્ષા કરી હતી..રાષ્ટ્રીય કૃષિ બજાર અને આકાંક્ષી જિલ્લા કાર્યક્રમની પણ સમીક્ષા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ જનજાતિય બાળકોના આરોગ્ય અને શિક્ષણ સંબંધિ મુદ્દે ધ્યાન કેન્દ્રીત કરવા જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે, પછાત જિલ્લાને રાષ્ટ્રીય સ્તરે લાવવા સમય મર્યાદા નિર્ધારિત કરવી જોઈએ...
