કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીએ આપ્યું રાજીનામું
Live TV
-
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે આ અંગે ટ્વિટ કર્યું છે અને એક ઓપન લેટર પણ જાહેર કર્યો છે. તેમણે પોતાના ઓપન લેટરમાં લખ્યું છે કે, 'કોંગ્રેસ પાર્ટી માટે કામ કરવું મારા માટે સન્માનની વાત હતી.'
ઉપરાંત રાહુલ ગાંધીએ એવું પણ પત્રમાં લખ્યું છે કે, પાર્ટીને જ્યારે પણ તેમની જરૂર પડશે, તેઓ હાજર રહેશે. તેમણે રાજીનામું આપ્યા બાદ નવા અધ્યક્ષની ચૂંટણી ઝડપથી થાય તેવી રજૂઆત પણ કરી છે. આ અંગે CWCની બેઠક બોલાવી નિર્ણય લેવાવો જોઈએ, તેવું પણ તેમણે કહ્યું છે.
