Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્રઃ રત્નાગિરીમાં ડેમ તૂટતા 8નાં મોત, 20 લોકો ગુમ

Live TV

X
  • મહારાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં મેઘરાજાનો કહેર યથાવત્ છે..તો રત્નાગિરીમાં ડેમ તૂટવાને કારણે 8 લોકોના મોત અને 20 લોકો ગાયબ થવાની માહિતી મળી છે..હવામાન વિભાગે બુધવારે પણ ભારે વરસાદની આગાહી આપી છે..

    મહારાષ્ટ્રના મુંબઈ, પુણે, થાણે, નાસિક, રત્નાગિરી સહિત અનેક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે દેશની આર્થિક રાજધાની જળમગ્ન થઈ ગઈ છે તો રત્નાગિરીમાં ભારે વરસાદના કારણે એક ડેમ તૂટી ગયો, જેમાં 8 લોકોનાં મોત અને 20 લોકો ગાયબ થવાની માહિતી મળી છે.  

    સ્થાનિક તંત્રનું કહેવું છે કે ડેમની પાસે બનેલાં 12 ઘર પાણીમાં વહી ગયા છે તો 12થી વધુ ગામોને નુકસાન પહોંચ્યું છે..સ્થાનિક તંત્ર, પોલીસ અને વોલિન્ટિયર્સ ઉપરાંત NDRFની ટીમ બચાવ અને રાહત કાર્યમાં લાગી ગઈ છે. ​તેમના કહેવા મુજબ મૃત્યુઆંક વધી શકે છે. 

    હવામાન વિભાગે રાજ્યમાં બુધવારે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈમાં પણ ભારે વરસાદના કારણે મુંબઈમાં રેલ, વાયુ અને રોડ માર્ગ પણ સમસ્ત રીતે પ્રભાવિત થયા છે..ઘણી ટ્રેનો અને વિમાનોને રદ કરવાની ફરજ પડી છે.

    મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે BMC આપત્તિ નિયંત્રણ કક્ષની મુલાકાત લીધી અને સ્થાનીય નિગમ અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા કરી. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply