Skip to main content
Settings Settings for Dark

વિજય માલ્યાને લંડન હાઈકોર્ટની રાહત

Live TV

X
  • પ્રત્યાર્પણ વિરુદ્ધની અપીલ સ્વીકારવામાં આવી

    લંડન હાઈકોર્ટે વિજય માલ્યાની પ્રત્યર્પણ વિરુદ્ધ અપીલ કરવાની અનુમતિ આપી દીધી છે. માલ્યા ભારતીય બેન્કો સાથે 9,000 કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડ્રિંગના કેસનો સામનો કરી રહ્યા છે. 

    ભારતીય બેન્કોના 9 હજાર કરોડ રૂપિયા લઈને ફરાર થઈ ગયેલા દારૂના વેપારી વિજય માલ્યાને લંડનની કોર્ટમાંથી મોટી રાહત મળી છે. ભારતમાં પ્રત્યાર્પણ કરવાની વિરુદ્ધમાં માલ્યાએ લંડનની હાઈકોર્ટમાં કરેલી અપીલને સ્વીકારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે લંડન હાઈકોર્ટમાં માલ્યાના ભારત પ્રત્યાર્પણને લઈને સુનાવણી થઈ હતી. કેસની સુનાવણી દરમિયાન વિજય માલ્યાના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે કેસ ભારતમાં શરૂ થયો, બેન્કોને એરલાઈનની સંપૂર્ણ માહિતી હતી. તેમને એ વાતની જાણ હતી કે આની કોઈ ગેરન્ટી નથી. વકીલે રજૂઆત કરતા વધુમાં કહ્યું હતું કે જે પણ ડોક્યુમેન્ટ્સ છે, તેમાંથી કોઈ પુરાવા નથી. સુનાવણી દરમિયાન લંડનમાં ભારતીય હાઈ કમિશનના પ્રતિનિધિ પણ હાજર હતા. મામલાની સુનાવણી હવે લંડન હાઈકોર્ટમાં જ થશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply