જન પ્રતિનિધિના આચરણથી પાર્ટીની છબી ખરાબ થવી અસ્વીકાર્ય: પ્રધાનમંત્રી
Live TV
-
પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં ભાજપ સંસદીય પક્ષની બેઠક મળી
સંસદમાં ચાલી રહેલા બજેટસત્ર વચ્ચે ભાજપ સંસદીય પક્ષની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે બેઠક મળી હતી. બેઠકમાં ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના નેતાઓએ ભાગ લીધો હતો. પક્ષના કાર્યકારી અધ્યક્ષ પદનો હવાલો સંભાળી ચૂકેલા જે.પી.નડ્ડાને બાકીના નેતાઓએ અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ પક્ષના કાર્યકરોને સામાન્ય જનતાના કલ્યાણ માટે કામ કરતા રહેવા અપીલ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે પક્ષના સાંસદો સસંદમાં હાજરીઆપે અને પક્ષની છબી ખરાબ થાય તેવું કોઈ પણ કામ કરશે તો તે અસ્વીકાર્ય રહેશે. પ્રધાનમંત્રીએ તમામ બૂથ પર પાંચ વૃક્ષો ઉછેરીને પંચવટી નિર્માણની નવી ફોર્મ્યુલા પણ આપી હતી. બેઠકમાં સભ્યપદ માટે હાથ ધરાનારા અભિયાન વિશે પણ વાત થઈ હતી. પ્રધાનમંત્રી 6 જુલાઈના રોજ વારાણસીથી આ અભિયાન લોન્ચ કરશે.
