Skip to main content
Settings Settings for Dark

નક્સલ પ્રભાવિત રાજ્યોની સુરક્ષાની કેન્દ્રએ કરી સમીક્ષા

Live TV

X
  • કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગોબાની આગેવાનીમાં યોજાઈ બેઠક

    કેન્દ્રએ નક્સલ પ્રભાવિત રાજ્યોની સુરક્ષા સ્થિતિની મંગળવારે સમીક્ષા કરી હતી. કેન્દ્રિય ગૃહ સચિવ રાજીવ ગોબાની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં નક્સલ પ્રભાવિત રાજ્યો છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશની સરકારના અધિકારીઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં નક્સલ પ્રભાવિત રાજ્યોની સ્થિતિ અને તેની વિરૂદ્ધ હાથ ધરેલ અભિયાનની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં એ વાતની જાણકારી લેવામાં આવી કે, ગત પાંચ વર્ષમાં નક્સલીઓનો ભૌગોલિક ફેલાવો સમૂચિતરૂપે ઘટ્યું છે અને હિંસામાં નિરંતર ઘટાડો થયો છે. સરકારની જોરદાર કોશિષોને ધ્યાને લેતા નક્સલ સમસ્યાથી પ્રભાવિત જિલ્લાની સંખ્યા વર્ષ 2018માં 126થી ઘટીને 90 થઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply