હોમિયોપથી કેન્દ્રીય સુધારા વિધેયક -2019 ને સંસદમાં મંજૂરી
Live TV
-
સંસદે હોમિયોપથી કેન્દ્રીય સુધારા વિધેયક -2019 ને મંજૂરી આપી દીધી છે. રાજ્યસભામાં મંગળવારે આ વિધેયક પસાર થયું હતું. આયુષમંત્રી શ્રીપદ યશોનાઈકે રાજ્યસભામાં આ બિલ સંબંધે થયેલી ચર્ચાનો જવાબ આપ્યો હતો.
આરોગ્ય અને કલ્યાણમંત્રી હર્ષવર્ધને લોકસભામાં ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ સુધારા બિલ વિશે ચાલેલી ચર્ચાનો જવાબ આપ્યા બાદ આ બિલ પણ પસાર થઈ ગયું હતું. કોંગ્રેસના નેતા આનંદ શર્માએ રાજ્યસભામાં પૂછેલા પ્રશ્નના ઉત્તર આપતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, ભારત હજી પણ ખૂબ ઝડપથી વિકસી રહેલું અર્થતંત્ર છે.
તેમણે કહ્યું કે, દેશનો જીડીપી તેજ રફતારથી વધી રહ્યો છે. લોકસભામાં રાજ્યકક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે એનડીએ સરકાર નીમ કોટેડ યુરિયાના વપરાશને પ્રોત્સાહન આપી રહી છે. કૃષિ ક્ષેત્ર માટે તે ખૂબ ઉપયોગી છે.
