છેલ્લા 10 વર્ષમાં સૌથી ભારે વરસાદથી માયાનગરી મુંબઈ થઈ બેહાલ
Live TV
-
મલાડમાં એક દિવાલ પડવાથી 18ના મોત થયા હતા. જ્યારે કેટલાક ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પુનામાં પણ દિવાલ પડવાથી 6 ના મોત થયા છે. સત્તાવાળાઓ દ્વારા મૃતકોના પરિવારજનોને પાંચલાખ સહાયની જાહેરાત કરવામાં આવી છે.
મુશળધાર વરસાદથી માયાનગરી મુંબઇ બેહાલ થયું છે. છેલ્લા બે દિવસમાં 540 મીમી. વરસાદ થયો છે. જે છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ છે. હવામાન વિભાગે થાણે પાલઘરમાં આજથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદ વચ્ચે પુના અને મલાડમાં ગઇકાલે રાત્રે દુર્ઘટના બની હતી.
મુંબઇમાં કેટલાક સ્થળોએ આજે વરસાદ થઇ શકે છે. ભારે વરસાદથી પાણી સડકો ઉપર ભરાઇ ગયું છે. ઘણા સ્થળોએ રેલ્વે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે. જેનાથી ટ્રેન વ્યવહાર ઉપર વિપરીત અસર પડી રહી છે. ખરાબ હવામાનની હવાઇ સેવા ઉપર પણ અસર થઇ છે, જેથી મુસાફરોને મોડુ થવાની સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. સતત વરસાદના પગલે મુંબઇ શહેરમાં તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે.
