કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેરલના વાયનાડ ખાતે ચૂંટણી સભાને સંબોધી
Live TV
-
જ્યાં એક તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બિહારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. ત્યાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેરલના વાયનાડ ખાતે ચૂંટણી સભાને સંબોધી હતી. પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ગરીબો અને સ્રીઓના મુદ્દાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધી વાડ્રા પોતાના ભાઈ અને પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધીના પ્રચાર અર્થે ચૂંટણી સભા સંબોધી હતી. રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના અમેઠી અને કેરળના વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે.
