કોંગ્રેસ રાફેલ વિમાન અને ખરીદીના મુદ્દે સરકાર સામે જુઠ્ઠો પ્રચાર: કેન્દ્રીય નાણાંમંત્રી
Live TV
-
કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ રાફેલ વિમાન અને ખરીદીના મુદ્દે સરકાર સામે જુઠ્ઠો પ્રચાર કરી રહી છે. એક સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં જેટલીએ જણાવ્યું હતું કે, આ વિમાનોની કિંમત અંગે કોંગ્રેસનો દાવો અયોગ્ય છે. કારણ કે, કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ સાત ભાષણોમાં સાત અલગ અલગ કિંમતોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે યાદ રાખવું જોઈએ કે, દરેક વખતે લોકોને ગેરમાર્ગે દોરી શકાય નહી. તેમણે કહ્યું કે, આ સોદો ભારત અને ફ્રાન્સની સરકાર વચ્ચે સમજુતી છે અને કરારની ગોપનિયતા શરતના કારણે સરકાર દરેક બાબતોનો ખુલાસો કરી શકે નહીં. તેમણે એ પણ જણાવ્યું કે, સરકાર ફ્રાન્સ પાસેથી 36 પુર્ણ સજ્જ વિમાન ખરીદી રહી છે, અને તેમાં કોઈ ત્રીજો પક્ષ સામેલ નથી. શ્રી જેટલીએ કહ્યું કે, યુપીએ સરકારે રાષ્ટ્રીય સુરક્ષા પર ધ્યાન આપ્યું નથી અને આ સોદો 10 વર્ષથી વધુ સમયથી ટળ્યો હતો.
