Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જન આરોગ્ય યોજનાના અમલમાં થયેલ પ્રગતિની સમીક્ષા કરી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં આયુષ્યમાન ભારત કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અમલમાં થયેલ પ્રગતિની સમીક્ષા કરી હતી.  સૂચના અને સંચાર ટેકનોલોજી ઉપર આધારિત પ્રગતિ પ્રણાલીના માધ્યમથી વિચાર વિમર્શ કરતાં મોદીએ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનામાં થયેલ પ્રગતિની સમીક્ષા કરી હતી.  વિચાર વિમર્શ દરમિયાન તેમણે આવકવેરા સંબંધિત ફરિયાદોના સમાધાનમાં પ્રગતિની વિગતો મેળવી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તમામ આ પ્રકારની પ્રણાલીઓમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ અને ઓછામાં ઓછી માનવ શક્તિનો ઉપયોગ થવો જોઈએ. ભ્રષ્ટ અધિકારીઓ વિરૂધ્ધ કાર્યવાહીમાં પ્રગતિની સમીક્ષા કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, લોકોને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે આવકવેરા વિભાગે જે વિવિધ પહેલ કરી છે અને પગલાં ભર્યા છે તે અંગે કરદાતાઓને પૂરતી જાણકારી આપવી જોઈએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply