કોંગ્રેસ-JDSના 11 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા, કર્ણાટક સરકાર સંકટમાં
Live TV
-
કર્ણાટકમાં કુમાર સ્વામીની સરકાર સંકટમાં આવી છે.. 11 ધારાસભ્યોના રાજીનામાને પગલે બીજેપીનો અહીં સરકાર બનાવવાનો રસ્તો સરળ બની શકે છે..
કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના કુલ 11 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. જે જોતા રાજ્યની ગઠબંધન સરકાર માટે નવી સમસ્યા ઉભી થઇ છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના જ એક અન્ય ધારાસભ્ય આનંદસિંહે થોડા દિવસો પહેલા જ રાજીનામુ આપ્યું હતું. 225 સભ્યો ધરાવનાર કર્ણાટક વિધાનસભામાં, પ્રવર્તમાન સરકારને, એક અપક્ષ સહીત 117 સભ્યોનું સમર્થન છે.
11 ધારાસભ્યોના રાજીનામાને પગલે કર્ણાટકમાં કુમારસ્વામી સરકારનું સંકટ વધતું જઈ રહ્યું છે. જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકારના 11 ધારાસભ્યો શનિવારે રાજીનામું આપવા માટે સ્પીકરની ઓફિસે પહોંચી ગયા છે. જો સરકારના સમર્થન વાળા 12 ધારાસભ્યો રાજીનામું આપે છે તો કુમારસ્વામી સરકાર માટે ખતરો સર્જાશે. એવામાં રાજયમાં સરકાર બનાવવા માંગતી બીજેપીનો રસ્તો સરળ બની જશે.
