જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીની આજે જંયતી
Live TV
-
ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીનો જન્મ છઠ્ઠી જુલાઈ 1901ના રોજ કોલકાત્તાના એક પ્રતિષ્ઠિત પરિવારમાં થયો હતો. સંસદમાં પોતાના ભાષણમાં ડૉક્ટર મુખરજીએ ધારા - 370ને સમાપ્ત કરવાની જોરદાર દલીલ કરી હતી.
જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીની આજે જંયતી છે. ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીનો જન્મ છઠ્ઠી જુલાઈ 1901ના રોજ કોલકાત્તાના એક પ્રતિષ્ઠિત પરિવારમાં થયો હતો. સંસદમાં પોતાના ભાષણમાં ડૉક્ટર મુખરજીએ ધારા - 370ને સમાપ્ત કરવાની જોરદાર દલીલ કરી હતી. ડૉ. મુખરજીએ જનસંઘનું જે બિજ રોપ્યું હતું તે આજે ભાજપના રૂપમાં દુનિયામા સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે દુનિયા સામે છે.
ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી એક એવા રાજકીય નેતા હતા. જેમણે રાજકારણમાં મૂલ્યો સાથે સમજૂતી કરી હતી. 1947માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે તેમને પંડિત જવાહરલાલ નેહરૂની કેબિનેટમાં ગાંધી અને સરદાર પટેલની ઈચ્છા અનુસાર અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી બનાવ્યા હતા. 1950માં નહેરૂ સાથે થયેલા મતભેદના પગલે તેમણે રાજીનામું આપ્યું હતું. ડૉ. મુખરજીએ વર્ષ 1951માં જનસંઘની સ્થાપના કરી હતી. 1952માં થયેલ પ્રથમ સામાન્ય ચૂંટણીમાં જનસંઘને 3 બેઠક મળી હતી. શ્યામા પ્રસાદ બંગાળની જીતીને સંસદમાં પહોંચ્યા હતા. તેમણે મજબૂત વિપક્ષની ભૂમિકા કરી લોકતાંત્રિક મુદ્દાઓની રક્ષામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કાશ્મીર સમસ્યાને લઈને ડૉ. મુખરજીનો ચર્ચિત નારો એક દેશમાં બે નિશાન, બે વિધાન બે પ્રધાન નહીં ચલેંગે આજે પણ આ નારો યર્થાત લાગે છે. આતે સમય હતો, જ્યારે કાશ્મીરમાં જવા પરવાનગીની જરૂરિયાત હતી. 1953માં શ્યામા પ્રસાદ મુખરજીએ પરમીટ વગર જમ્મુ - કાશ્મીરનો પ્રયાસ શરૂ કર્યો હતો. જેના પરિણામે તેમને 11મેના રોજ શેખ અબ્દુલ્લા સરકારે ધરપકડ કરી હતી. ધરપકડના થોડા દિવસ બાદ 23 જૂન 1953ના રોજ ખબર આવી કે, ડૉ. શ્યામા પ્રસાદ ન રહ્યા, તેમનું મૃત્યુ આજે પણ એક કોયડો બનેલ છે. તેમની માતાએ જવાહરલાલ નેહરૂ સમક્ષ મોતની તપાસ કરવાની માંગ કરી, પરંતુ તપાસ કરાવવામાં આવી ન હતી. આજે કાશ્મીર સમસ્યા સામે છે ત્યારે ડૉ. શ્યામા પ્રસાદની યાદી આવતી રહી છે.
