કોટા બાદ બુંદીની હોસ્પિટલમાં 10 નવજાત બાળકોના મોતનો મામલો
Live TV
-
ઉલ્લેખનીય છે કે કોટાની હોસ્પિટલમાં માત્ર એક જ મહિનામાં 100 બાળકોના મોત થયા છે. સ્વાસ્થય સંબંધી સુવિધાઓના અભાવે મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.
રાજસ્થાનની કોટાની જેકે લોન હોસ્પિટલમાં 104 નવજાત બાળકોના મોતથી મામલો ગંભીર બન્યો છે, ત્યારે કોટાની હોસ્પિટલના નિરીક્ષણ માટે કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલય તરફથી રચવામાં આવેલી સમિતિએ આજે હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
આ સમિતિએ હોસ્પિટલના અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી અને કારણો અંગે જાણવા પ્રયત્ન કર્યો હતો. બીજી તરફ રાજસ્થાનના જ બુંદી શહેરની હોસ્પિટલમાં પણ 10 નવજાત બાળકોના મૃત્યુની ઘટના બની છે.
