કોનોટ પ્લેસ:ખાદીભંડારમાં એક જ દિવસમાં એક કરોડ રૂપિયાથી વધુની ખરીદી થઇ
Live TV
-
પ્રધાનમંત્રીએ મન કી બાતમાં જણાવ્યું કે,સ્વદેશી વસ્તુઓનું ચલણ દેશમાં વધ્યું છે.PMએ આગળ જણાવ્યું કે, દિલ્હીના કોનોટ પ્લેસના ખાદીભંડારમાં આ વખતે ગાંધી જયંતીએ એક જ દિવસમાં એક કરોડ રૂપિયાથી વધુની ખરીદી થઇ. તેમજ આખા દેશમાં કેટલીક સંસ્થાઓ ખાદીના માસ્ક બનાવી રહી છે. ઉત્તરપ્રદેશના બારાબંકીમાં રહેતા સુમનજીએ સ્વસહાય જૂથની પોતાની સાથી મહિલાઓ સાથે મળીને ખાદીના માસ્ક બનાવવાનું શરૂ કર્યું હતું. ધીરે ધીરે અન્ય મહિલાઓ પણ તેમની સાથે જોડાતી ગઇ અને હવે તેઓ બધાં મળીને ખાદીનાં હજારો માસ્ક બનાવી રહ્યાં છે. દેશને સંબોધતા PMએ આગળ ઉમેર્યું કે, આપણા દેશમાં ઘણા માર્શલ આર્ટ થાય છે અને દેશની યુવાપેઠી તેના વિષે જાણે અને તેને આગળ વધારે તેવી આશા પ્રધાનમંત્રીએ વ્યક્ત કરી.
