Skip to main content
Settings Settings for Dark

કોરોનાથી વિશ્વભરમાં 3345 લોકોના મોત, ભારતમાં 31મો કેસ દિલ્હીમાં નોંધાયો 

Live TV

X
  • દેશમાં કોરોના વાઇરસનો 31મો કેસ દિલ્હીમાં નોંધાયો, અમેરિકામાં ૧૨ સહિત અત્યાર સુધી 3 હજાર 345 લોકોનાં મૃત્યુ

    કોવિંડ-19 વિશ્વના 89 દેશોમાં પ્રસરી ચૂક્યો છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 3300 કરતાં વધારે લોકોના મોત થયા છે. કોરોના વાયરસને નાથવા માટે તમામ સરકારોએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ એવું વિશ્વ આરોગ્ય સંસ્થાના ડિરેક્ટરે જણાવ્યું છે. 

    તમામ દેશોને ચેતવણી આપતાં તેમણે જણાવ્યું હતું, કે આ કોઈ મોકડ્રીલ નથી. આ વાયરસને કોઈપણ રીતે રોકવો જ પડશે. બેથલેહેમમાં આવેલા ચર્ચ ઓફ નેટેવિટીને મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. દક્ષિણ કોરિયામાં પાંચ હજાર કરતાં વધુ લોકોનો કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. 

    ઇરાનમાં અત્યાર સુધીમાં 107 લોકોના મોત થયા છે. 3500 થી વધુ લોકોને રોગની અસર થઈ છે. ઇટલીમાં તમામ સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. સાથે જ દક્ષિણ કોરિયા, જાપાન અને ઇરાનની તમામ શાળાઓ બંધ કરવામાં આવી છે. જ્યારે અમેરિકામાં પણ કોરોનાની સ્થિતિ વકરી છે. અત્યાર સુધીમાં અમેરિકામાં 12 લોકોના મોત થયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply