Skip to main content
Settings Settings for Dark

કોરોના અસરઃ આરોગ્ય મંત્રીએ એરપોર્ટની લીધી મુલાકાત, સ્ક્રિનીંગનું જાતે કર્યું નિરીક્ષણ 

Live TV

X
  • કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કોરોના વાયરસ સામે લડવા તથા તેની સારવાર માટે એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ, અન્ય મંત્રીઓ તથા આરોગ્યમંત્રીની બેઠકોનો દોર સતત ચાલુ રહ્યો છે. અત્યાર સુધીમાં 31 લોકોને કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

    સરકાર દ્વારા તમામ સરહદો, બંદરો, એરપોર્ટ સહિતની તમામ સરહદો પર ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ભારતમાં ઇટલીથી તથા ઇરાનથી આવતા મુસાફરો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ, વિદેશથી આવનારા મુસાફરોએ તેઓ કોરોના વાયરસથી મુક્ત છે તેવો એક લેબોરેટરીનો રિપોર્ટ લઈને જ આવવું પડશે. 

    હર્ષવર્ધને દિલ્હીના એરપોર્ટની મુલાકાત લઈને, મુસાફરોની તપાસ માટેની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત દેશની રેલવે અને આર્મીની હોસ્પિટલો સારવાર માટે સજ્જ રખાઈ છે. દરમિયાન, આરબીઆઈના ગવર્નરે જણાવ્યું હતું, કે કોરોના વાયરસને નાથવાના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. તેની અસર બેન્કિંગ ક્ષેત્ર પર ઓછામાં ઓછી પડે તેવા પણ પ્રયાસો કરવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply