Skip to main content
Settings Settings for Dark

કોરોનાના ખૂબ સામાન્ય લક્ષણ અથવા પ્રી સિમ્પટૉમેટિક દર્દીઓ માટે હોમ આઈસોલેશનની ગાઈડલાઈનમાં સ્વાસ્થ્ય વિભાગે કર્યા ફેરફાર

Live TV

X
  • સ્વાસ્થ્ય વિભાગે કોરોનાના ખૂબ સામાન્ય લક્ષણ અથવા પ્રી સિમ્પટૉમેટિક  દર્દીઓ માટે હોમ આઈસોલેશનની ગાઈડલાઈનમાં ફેરફાર કર્યા છે. પ્રી-સિમ્પટૉમેટિક કેસમાં સેમ્પલિંગના દિવસથી 17 દિવસ ગણવામાં આવશે અને હોમ આઈસોલેશન વાળા દર્દીઓ શરૂઆતના લક્ષણ દેખાયાના 17 દિવસ પછી આઈસોલેશન પૂરું કરી શકે છે. બંને કેસમાં 10 દિવસથી તાવ ન આવ્યો હોય એવી શરત રાખવામાં આવશે

    સ્વાસ્થ્ય મંત્રાલયે હોમ આઈસોલેશન વાળા દર્દીઓ અને તેમની સારવાર કરતાં લોકો માટે પણ નિર્દેશ જાહેર કર્યા છે.જેમાં દર્દીઓ માટેના નિર્દેશમાં જણાવ્યું છે કે,

    > દરેક સમયે ત્રિપલ લેયર વાળુ મેડિકલ માસ્ક પહેરવું પડશે. દર 8 કલાકે તેને બદલવું પડશે. જો માસ્ક ભીનુ અથવા ગંદુ થઈ જાય તો તેને તુરંત બદલવું પડશે.
    > દર્દીએ તેના રૂમમાં જ રહેવું પડશે, ઘરના અન્ય સભ્યોના સંપર્કમાં આવવાનું નથી.
    > માસ્કનો ઉપયોગ કર્યા પછી તેને જિસ્કાર્ડ કરતાં પહેલાં 1 ટકા સોડિયમ હાઈપો-ક્લોરાઈડથી ડિસઈન્ફેક્ટેડ કરવું પડશે.
    > દર્દીએ સતત આરામ કરવો જોઈએ અને બહુ જ વધારે પાણી અથવા પ્રવાહી વસ્તુઓ લેવી જોઈએ.
    > શ્વાસની સ્થિતિ પર નજર રાખવા માટે જે આદેશ આપવામાં આવ્યા હશે તે માનવા પડશે.
    > સાબુ-પાણી અથવા આલ્કોહોલવાળા સેનિટાઈઝરથી ઓછામાં ઓછા 40 સેકન્ડ સુધી હાથ સાફ કરતા રહેવું જોઈએ.
    > પર્સનલ વસ્તુઓ બીજા સાથે શેર ન કરવી.
    > રૂમમાં જે વસ્તુઓને વારંવાર અડવું પડે એવું હોય જેમકે ટેબલટોપ, દરવાજાની સ્ટોપર, હેન્ડલ તેને 1 ટકા હાઈપો-ક્લોરાઈડ સોલ્યુશનથી સાફ કરવી જોઈએ.
    > દર્દીએ ડોક્ટરના આદેશ અને દવાઓ સાથે જોડાયેલી સલાહ માનવી પડશે.
    > દર્દી પોતાની સ્થિતિને જાતે મોનિટર કરશે. રોજ શરીરનું તાપમાન માનશે, જો સ્થિતિ ખરાબ થતી લાગે તો તુરંત જાણ કરવી પડશે.

    દર્દીની સાથે રહેનાર/ સારવાર રાખનાર વ્યક્તિ માટેની ગાઈડલાઈનમાં સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે,

    > દર્દીના રૂમમાં જતી વખતે ત્રિપલ લેયરવાળું મેડિકલ માસ્ક પહેરવું પડશે. માસ્કનો ઉપયોગ કરતી વખતે તેની બહારના હિસ્સાને ન અડવું. જો માસ્ક ભીનું અથવા ગંદુ થઈ જાય તો તેને તુરંત બદલી દેવું જોઈએ. ઉપયોગ કર્યા પછી માસ્કને ડિસ્કાર્ડ કરવું અથવા હાથને સારી રીતે સાફ કરવા.

    > સારવાર કરનાર વ્યક્તિએ તેના ચહેરા, નાક અથવા મોઢાને ન અડવું જોઈએ.

    > દર્દી અથવા તેના રૂમના સંપર્કમાં આવ્યા પછી હાથ સારી રીતે ધોવા જોઈએ.

    > જમવાનું બનાવતા પહેલા અને પછી, જમતા પહેલાં, ટોયલેટ ગયા પછી અને તે સિવાય પણ હાથ જ્યારે ગંદા લાગે ત્યારે ધોવા જોઈએ. હાથને સાબુ અને પાણીથી સતત 40 સેકન્ડ સુધી ધોવા. હાથમાં ધૂળ ન લાગી હોય તો સેનિટાઈઝરનો ઉપયોગ પણ કરી શકાય છે.

    > સાબુ-પાણીથી હાથ ધોયા પછી તેને ડિસ્પોઝેબલ પેપર નેપકીનથી લુછવા જોઈએ. પેપર નેપકીન ન હોય તો ચોખ્ખા રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply