Skip to main content
Settings Settings for Dark

યાત્રીગણ ધ્યાન દે,લૉકડાઉન વચ્ચે આજથી 15 રૂટ પર પેસેન્જર ટ્રેન ફરી દોડતી થઇ

Live TV

X
  • ભારતીય રેલવેએ લોકડાઉનના સમયમાં લોકોને થોડી રાહત આપવાની વાત કરી રહી છે. આજથી કેટલીક રેલવે ટ્રેનનું સંચાલન શરૂ થઇ રહ્યું છે. રેલવે મંત્રાલયે તે સંબંધમાં વિસ્તૃત યોજના તૈયાર કરી છે. ખુબ ઓછી સંખ્યામાં પેસેન્જર ટ્રેન દોડતી થઇ છે.  આ ટ્રેનમાં પ્રવાસ કરનારા લોકોના આરોગ્ય અને કોરોના સંક્રમણની તપાસ પણ કરવામાં આવી હતી.  

    ઉલ્લેખનીય છે કે, રેલવેએ 12મેથી કેટલીક પેસેન્જર ટ્રેનને શરૃ કરવા નિર્ણય લીધો છે. શરૂઆતમાં 15 ટ્રેન દોડશે. આ ટ્રેન નવી દિલ્હીથી શરૂ કરીને અમદાવાદ, દિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટણા, બિલાસપુર . રાંચી,ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરૂ, ચેન્નાઇ, થિરૂવનન્થપુરમ, મડગાંવ, મુંબઇ સેન્ટ્રલ, જમ્મૂ -તાવી વચ્ચે દોડશે.આ ટ્રેનમાં રિઝર્વેશન માટે ગઇકાલે સાંજે 6 વાગ્યાથી બુકિંગ શરૂ થયું હતુ. માત્ર IRCTC વેબસાઇટ પર જ બુકિંગ થઇ શકશે. 

    રેલવે સ્ટેશન પર તમામ બુકિંગ કાઉન્ટર બંધ રહેશે. માત્ર વેબ કન્ફર્મ ટિકિટ ધરાવતા પ્રવાસીને જ રેલવે સ્ટેશન પ્રવેશની મંજૂરી રહેશે. પ્રવાસીઓ માટે માસ્ક ધારણ કરવું ફરજીયાત રહેશે. ટ્રેન રવાના થાય તે પહેલાં પ્રવાસીએ સ્ક્રિનિંગ કરાવવાનું રહેશે. જે પ્રવાસીમાં રોગનું લક્ષણ જોવા નહીં મળે તેમને જ ટ્રેનમાં બેસવાની મંજૂરી રહેશે.

    કયા રૂટ પર દોડશે ટ્રેન?
    રેલવે તરફથી મળેલી જાણકારી પ્રમાણે આ ટ્રેન દિલ્હીથી ડિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભૂવનેશ્વર, સિકંદરાબાદ, ચૈન્નાઈ, બેંગલુરુ, મુંબઈ, અમદાવાદ અને જમ્મુ માટે ચાલશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply