Skip to main content
Settings Settings for Dark

કોરોનાના રસીકરણ મુદ્દે કેન્દ્રીય આરોગ્ય સચિવે રાજયના મુખ્ય સચિવો સાથે કરી બેઠક

Live TV

X
  • કોરોના વેક્સિનને લઇ કેન્દ્ર સરકાર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.... જે અંતર્ગત કોરોના રસીકરણ મુદ્દે કેન્દ્રિય આરોગ્ય સચિવે રાજ્યના મુખ્ય સચિવો સાથે મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી... આ બેઠકમાં સમ્રગ દેશમાં 2 જાન્યુઆરીએ ડ્રાય રન યોજવાનો નિર્ણય લેવાયો છે... ડ્રાય રન દ્વારા CO-WIN એપ્લિકેશનની કાર્યક્ષમતા ચકાસાશે..

    કોરોના વેક્સિનને લઇ કેન્દ્ર સરકાર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.... જે અંતર્ગત કોરોના રસીકરણ મુદ્દે કેન્દ્રિય આરોગ્ય સચિવે રાજ્યના મુખ્ય સચિવો સાથે મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી... આ બેઠકમાં સમ્રગ દેશમાં 2 જાન્યુઆરીએ ડ્રાય રન યોજવાનો નિર્ણય લેવાયો છે... ડ્રાય રન દ્વારા CO-WIN એપ્લિકેશનની કાર્યક્ષમતા ચકાસાશે.... વેક્સિનેશન માટે રાજ્ય સ્તરે 104 નંબરે હેલ્પલાઇન શરૃ કરવામાં આવશે... વર્ષના પ્રથમ દિવસે, રસીકરણના અન્ય કાર્યોની સમીક્ષા કરવા માટે વિષય નિષ્ણાતો દ્વારા બેઠક યોજાશે... આ બેઠકમાં રસીના ઇમરજન્સી ઉપયોગ માટે લેવી કે કેમ તે અંગેનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવશે.... જ્યારે  દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિનપ્રતિદિન ઘટાડો થઇ રહ્યો છે. દેશમાં રોજના 17 હજારથી ઓછા કેસ સામે આવી રહ્યા છે. દેશમાં કોરોનાથી રીકવરી રેટ  96.04 ટકાએ પહોંચ્યો છે. જ્યારે મૃત્યુદર 1.45 ટકા થયો છે.  હાલ 2.63 ટકા દર્દીઓ સારવાર હેઠળ છે.  બ્રિટનથી આવેલા કોરોનાના નવા સ્ટ્રેનની સંખ્યા ભારતમાં 25 થઈ ગઈ છે.  કેન્દ્રીય આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર કોરોના વેક્સીન આ નવા પ્રકારના સ્ટ્રેન સામે કારગર નિવડશે. નવા સ્વરૂપના કેસો વધે નહિ તે માટે   સરકાર પૂરતી તકેદારી રાખી રહી છે.  બ્રિટનમાં હાલ લોકડાઉન લગાવી દેવાયુ છે. જ્યારે તમામ ફ્લાઇટો પર પણ રોક લગાવી દેવાઈ છે.
     બ્રિટને ઓક્સફર્ડ - એસ્ટ્રાજેનેકાની કોવિશિલ્ડ વેક્સિનને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે.. ભારતમાં ઓક્સફર્ડની વેક્સિનનું ઉત્પાદન પૂણેની સિરમ ઇન્સ્ટિસ્ટ્યૂટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, તેમજ અન્ય વેક્સિન પણ ફાઇનલ સ્ટેજમાં છે... ત્યારે નવા વર્ષમાં ભારતમાં વેક્સિનેશન શરૃ થવાની આશા ઉજળી બની છે.... 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply