Skip to main content
Settings Settings for Dark

ન્યૂયરમાં 6 શહેરોને મળી કેન્દ્ર સરકારની મોટી ભેટ, આવાસ યોજના પુરસ્કારની પણ જાહેરાત 

Live TV

X
  • આજે એક નવી ઉર્જા, નવા સંકલ્પોની સાથે તેજ ગતિથી આગળ વઘવાનો શુભારંભ. આ લાઈટ હાઉસ પ્રોજેક્ટથી ગરીબોને થશે ફાયદો. 

    લાઇટ હાઉસ પ્રોજેક્ટ નવા , સસ્તા, ટકાઉ અને નવી ટેકનોલોજી પર આધારિત મકાનોની પરિકલ્પના છે. જીએચટીસી- ઇન્ડિયા અંતર્ગત તે આવાસોનું નિર્માણ થઇ રહ્યું છે. એલએચપીનું નિર્માણ ગૂજરાતના રાજકોટ, મધ્ય પ્રદેશના ઇન્દોર, તામિલનાડુના ચેન્નાઇ, ઝારખંડના રાંચી, ત્રિપુરાના અગરતાલા અને ઉત્તર પ્રદેશના લખનઉમાં થશે. યોજના અંતર્ગત પાયાની સુવિધાઓથી સજ્જ પ્રત્યેક શહેરોમાં એક હજાર મકાન તૈયાર થઇ રહ્યા છે. ગરીબ અને ઓછી આવક ધરાવનાર વર્ગને આ યોજનાનો લાભ મળશે.

    કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ પુરી પણ કાર્યક્રમમાં જોડાયા હતા. આ પ્રસંગે એફોર્ડેબલ સસ્ટેનેબેલ હાઉસિંગ એક્સેલેટર્સ - ઇન્ડિયાના વિજેતાઓની જાહેરાત પણ કરવામાં આવી હતી.  પ્રધાનમંત્રીએ શહેરી આવાસ યોજના અમલીકરણ સંબંધમાં વાર્ષિક ઉત્કૃષ્ટતા પુરસ્કારની પણ જાહેરાત કરી હતી.

    આ કક્ષામાં ઉત્તરપ્રદેશ દેશમાં પ્રથમ ક્રમે રહ્યુ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યુ હતુ કે, સરકારી આવાસ યોજના ભુતકાળમાં સરકારની અગ્રીમતા ન હતી. સરકારે હવે હળવા અને ટકાઉ મકાન નિર્માણ માટે નવી અને સસ્તી ટેકનોલોજીના ઉપયોગથી સરકારી આવાસ નિર્માણ યોજનાને પ્રાથમિકતા આપી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply