મણિપુરની જુકો ઘાટીમાં છેલ્લા 3 દિવસથી સતત આગ
Live TV
-
મણિપુરના સેનાપતિ જિલ્લાની જુકો ઘાટીમાં છેલ્લા ત્રણ દિવસથી આગ લાગેલી છે.
આ રાજ્ય લોકપ્રિય પ્રવાસન સ્થળ છે, જે નાગાલેન્ડ અને મણિપુરની સીમા પર સ્થિત છે. આ આગ 29 ડિસેમ્બરના રોજ નાગાલેન્ડ તરફથી શરૂ થઈ હતી અને મણિપુરના માઉન્ટ ઈસો વન્ય જીવ અભ્યારણ્ય સુધી ફેલાઈ ગઈ છે.
મણિપુરના મુખ્યમંત્રીએ ચિંતાજનક સ્થિતિને ધ્યાનમાં રાખી ઉચ્ચસ્તરીય અધિકારીઓની સાથે હવાઈ પરિક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીની સૂચના પ્રમાણે આગ હોલવવાના પ્રયાસો અંગે નિર્દેશ આપવામાં આવ્યા છે.
