કોરોનાના હોમ આઇસોલેશન માટે સુધારેલ માર્ગદર્શિકા
Live TV
-
હોમ આઇસોલેશન માટે લાયક દર્દીઓ
1. દર્દીએ પરિવારના અન્ય સભ્યોથી પોતાને આઇસોલેટ કરવા આવશ્યક છે અને તેમણે અલાયદા ઓરડામાં રહેવું તેમજ ઘરમાં અન્ય લોકોથી અલગ રહેવું, ખાસ કરીને ઘરમાં વૃદ્ધો અને હાઇપરટેન્શન, હૃદયની બીમારી અને મુત્રપિંડને લગતી બીમારી જેવી સહ-બીમારી ધરાવતા લોકોથી દૂર રહેવું.
2. દર્દીએ સારા હવા-ઉજાસવાળા ઓરડામાં રહેવું જ્યાં સામસામે વેન્ટિલેશન અને બારીની સુવિધા હોય અને ઓરડામાં ચોખ્ખી હવાની અવરજવર થાય તે માટે તેને ખુલ્લા રાખવા.
3. દર્દીએ હંમેશા ત્રિ-સ્તરીય મેડિકલ માસ્ક પહેરી રાખવું. 8 કલાક સુધી માસ્કનો ઉપયોગ કર્યા પછી અથવા તે પહેલાં જો માસ્ક ભીનું થાય અથવા દેખીતી રીતે ગંદુ થાય તો તેનો નિકાલ કરવો. જો કૅર-ગીવર રૂમમાં પ્રવેશે તો, કૅર-ગીવર અને દર્દી બંને જણા N95 માસ્કનો ઉપયોગ કરી શકે છે.
4. માસ્કને 1% સોડિયમ હાઇપોક્લોરાઇટથી જંતુમુક્ત કર્યા પછી જ તેનો નિકાલ કરવો જોઇએ.
5. દર્દીએ અવશ્ય પૂરતો આરામ કરવો અને વિપુલ પ્રમાણમાં પ્રવાહી લેવું જેથી શરીરમાં પૂરતા પ્રમાણમાં હાઇડ્રેશન જળવાઇ રહે.6. હંમેશા શ્વસન સંબંધિત શિષ્ટાચારનું પાલન કરવુ.
7. વારંવાર સાબુ અને પાણીથી ઓછામાં ઓછા 40 સેકન્ડ સુધી હાથ ધોવા અથવા આલ્કોહોલ આધારિત સેનિટાઇઝરથી સાફ કરવા.
8. વ્યક્તિગત ચીજવસ્તુ પરિવારમાં અન્ય કોઇ વ્યક્તિઓ સાથે શેર કરવી નહીં.
9. ઓરડામાં જે સપાટીઓ (ટેબલટોપ, દરવાજના નોબ્સ, હેન્ડલ વગેરે) પર વારંવાર સ્પર્શ થતો હોય તેને 1% હાઇપોક્લોરાઇટ દ્રાવણથી સાફ કરવામાં આવે તે સુનિશ્ચિત કરો.
10. પલ્સ ઓક્સિમીટરની મદદથી લોહીમાં ઓક્સિજનની તૃપ્તતાનું જાતે મોનિટરિંગ કરવાની ભારપૂર્વક સલાહ આપવામાં આવે છે.
11. દર્દી દૈનિક ધોરણે પોતાના શરીરનું તાપમાન માપીને તેના/તેણીના આરોગ્ય પર જાતે દેખરેખ રાખશે અને જો નીચે દર્શાવેલા લક્ષણોમાં સ્થિતિ બગડતી હોય તેવું લાગે તો તુરંત જાણ કરવી.
COVID-19ના લક્ષણો વગરના કેસો; હળવા લક્ષણો ધરાવતા કેસો
લક્ષણો વગરના (એસિમ્પ્ટોમેટિક) એટલે એવા કેસો છે જેમનું લેબોરેટરીમાં પુષ્ટિકરણ થયું હોય પરંતુ તેમનામાં કોઇ લક્ષણો દેખાતા ના હોય અને ઓરડાની હવામાં 94% કરતાં વધારે ઓક્સિજન તૃપ્તતા ધરાવતા હોય. તબીબી રીતે હળવા ગણાવવામાં આવેલા એવા દર્દીઓ હોય છે જેમને ઉપલા શ્વસન માર્ગના લક્ષણો (અને/અથવા તાવ) હોય અને શ્વાસ લેવામાં તકલીફ ના હોય તેમજ ઓરડાની હવાએ 94% કરતાં વધારે ઓક્સિજનની તૃપ્તતા ધરાવતા હોય.
