ભારત રેમડેસિવિરના 4,50,000 ઇન્જેક્શનની આયાત કરશે
Live TV
-
કોરોનાના વધતા સંક્રમણના કારણે મેડિકલ અને પેરામેડિકલને લખતી સેવાઓ અને દવાઓ તેમજ ઈન્જેકશનની અછત સર્જાઈ રહી છે. ત્યારે રેમડેસિવિર ઈન્જેકશનની પણ અછત સર્જાઈ રહી છે. ખુબ જ વધુ માંગના કારણે ઈન્જેકશનની દેશમાં ખેંચ પડી રહી છે. ત્યારે સરકારે દેશમાં અછતને ઓછી કરવા માટે આવશ્યક દવા રેમડેસિવિરની આયાત કરવાનું શરૂ કર્યું છે. આજે 75000 ઇન્જેક્શનનું પ્રથમ કન્સાઇન્મેન્ટ ભારત પહોંચી જશે.
અમેરિકા અને ઇજિપ્તની ફાર્મા કમ્પનીને રેમડેસિવિરના 4,50,000 ઇન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે. આગામી એકથી બે દિવસમાં જિલીડ સાયન્સિસ ઇન્ક યુએસએ 75,000થી 1,00,000 ઇન્જેક્શન રવાના કરશે એવી અપેક્ષા છે. ઉપરાંત 100000 ઇન્જેક્શન 15 મે સુધી કે એ અગાઉ પૂરાં પાડવામાં આવશે. ઇવા ફાર્મા અંદાજે 10,000 ઇન્જેક્શનનો પુરવઠો પૂરો પાડશે, જેમાં શરૂઆતમાં દર 15 દિવસે કે જુલાઈ સુધીમાં 50,000 ઈન્જેકશન પોંહચશે.
